Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કલોલ તાલુકાના ધમાસણ નજીક તીનપતિનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સાત શખ્સોને ઝડપી 11હજારનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર: જિલ્લામાં જુગારની પ્રવૃતિ અટકાવવા પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે કલોલ તાલુકાના ધમાસણા ગામે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડીને સાત શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડી ૧૧૨૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

જિલ્લામાં જુગારની બદી વધી રહી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે જુગારીઓ બાજી માંડીને બેસતાં હોય છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા આવા જુગારીઓને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ધમાસણા ગામે બળીયાદેવ મંદિરની સામે રોડની બાજુમાં ઝાડ નીચે કેટલાક ઈસમો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને કલોલના ભાડોલ ગામે રહેતા મહેશજી કાંતિજી ઠાકોરઅજયજી લાલાજી ઠાકોરચંદનસિંહ ઉર્ફે ચંદો વિક્રમસિંહ દેવડાકનુજી સનાજી ઠાકોરધમાસણામાં રહેતા મેલાજી વેચાતજી ઠાકોરવિનાજી ઉર્ફે વીનો કાનાજી ઠાકોર અને પ્રભુનગર સોસાયટીમાં રહેતા નરેશજી કાંતીજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૧૨૧૦ની રોકડ કબજે કરવામાં આવી હતી. આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

(4:25 pm IST)