Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ગાંધીનગર તાલુકામાં પરિણીતાને દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર પતિ સહીત સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા આરોપીને ઝડપવા પોલીસે દોડધામ શરૂ કરી

ગાંધીનગર:તાલુકાના ગામમાં રહેતી યુવતિ ઠગ સાસરીયાઓની છેતરપીંડીનો ભોગ બની છે અને હવે સાસરીયાઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી છે જે અંગે મળતી વિગતો પ્રમાણે વર્ષ ર૦૧૯માં મુળ દહેગામના લવાડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતો પરિવાર યુવતિના ઘરે આવ્યો હતો અને તેમની પાસે ગાડીબંગલા અને સરકારી નોકરી હોવાનું કહી લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો. તેના બીજા જ દિવસે યુવાન કાર લઈને આ યુવતિના ઘરે આવ્યો હતો અને તેની સાથે વાત કરવાનું કહી કાર ભગાડી મુકી હતી અને અમદાવાદ તેના ઘરે લઈ ગયો હતો. જયાં યુવતિની મરજી વિરૃધ્ધ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ગભરાઈ ગયેલી યુવતિએ આ સંદર્ભે પરિવારજનો કે પોલીસમાં ફરિયાદ પણ કરી નહોતીં ત્યારબાદ ડીસેમ્બર મહિનામાં યુવતિના લગ્ન આ યુવાન સાથે કરવામાં આવ્યા હતા. જયાં સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરીને ત્રાસ ગુજારવામાં આવતો હતોગત ફેબુ્રઆરી મહિનામાં પતિએ યુવતિ સાથે ઝગડો કરીને ચપ્પાથી હુમલો કર્યો હતો અને માર માર્યા બાદ રાત્રે બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ સાસરીયાઓએ એક લાખના દહેજની માંગણી કરીને યુવતિને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી આ મામલે યુવતીએ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(4:24 pm IST)