Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

વડોદરામાં પતિ જેલમાં હોવાનો લાભ લઇ મિત્રએ પરિણીતા સાથે દુષ્કર્મ આચરતા આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

વડોદરા: સાવલી તાલુકાના મંજુસર ગામે રહેતી 24 વર્ષીય કમલાબેન ( નામ બદલ્યું છે) એ ભાદરવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પાંચ વર્ષ અગાઉ મારા લગ્ન થયા હતા અને સંતાનમાં બે બાળકો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિના દરમિયાન મારા પતિની પ્રોહિબિશનના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી.

 આ અરસામાં પતિના મિત્ર જાહિદ ભાઈ રાયસંગભાઈ વાઘેલા (રહે -મંજુસર ,સાવલી, વડોદરા)ની સાથે પતિને ટિફિન આપવા ભાદરવા પોલીસ મથકે ગયા હતા ત્યારબાદ પતિને પાસા થઈ હતી.  જેના બે દિવસ બાદ જાહિદ વાઘેલા મારા ઘરે આવ્યો હતો અને હું બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે દરવાજો જર્જરીત અને તિરાડ વાળો હોય તેણે વિડીયો શુટીંગ કર્યું હતું. તે દિવસે રાત્રે જાહિદ વાઘેલા તેના મિત્ર દિલીપ ઉર્ફે પપ્પુ તખતસિંહ વાઘેલા (રહે -મંજુસર, સાવલી ,વડોદરા) મારા ઘરમાં આવી બેસ્યા હતા અને મારો બાથરૂમમાં સ્નાન કરતો વિડિયો બતાવ્યો હતો અને શારીરિક સંબંધ બાંધવા ની માંગણી કરી હતી અને જો આવું ન કરે તો છોકરાઓને મારી નાખી પતિને કાયમ જેલમાં સડાવવાની ધમકી આપી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ દર બે-ત્રણ દિવસે આ બંને મારા ઘરે આવતા અને દિલીપ વાઘેલા કોઈ ઘરમાં ન આવે તેની નિગરાણી રાખતો અને જાહિદ મારી પર બળાત્કાર ગુજારતો હતો.

(4:23 pm IST)