Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

પોઇચા નર્મદા નદી કિનારે પૈસા ડબલ કરવાની લાલચ આપી રૂ.2.60 લાખની લૂંટ કરનાર 5 વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની પોઇચા નર્મદા નદી કિનારે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લૂંટ કરી નાસી જનાર ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
 પ્રાપ્ત માહિતી મુજબ મનુભાઇ પરષોતમદાસ પટેલ(રહે. ભેસાણા પટેલવાસ,જી.મહેસાણા) એ એપેલી ફરિયાદ મુજબ નસીબભાઇ નાથુભાઇ સિપાઇ (રહે.અગોલ તા.કડી જી.મહેસાણા) એ તેમનો ટેલિફોનિક સંપર્ક કરી એક મહારાજ ચાદરમાંથી પૈસા ખેંચી આપે છે તેમ જણાવી
શરૂઆતમાં વાસદથી દશ-પંદર કિલોમીટર હેરાખાડી ગામે આવેલ મહિસાગર નદી કિનારે લઇ ગયેલ ત્યા મહારાજ દ્રારા ફરીયાદી પાસે અમુક રૂપિયા ડબલ કરી આપી પૂંજાપાનો ખર્ચ 25 લાખ થાય પણ આમતેમ કરતા ફરિ.પાસે 2.60 લાખની સગવડ થઈ હોય જે લઈ પોઇચા નર્મદા નદીના કિનારે બોલાવી ત્યાં એકાંત વાળી જગ્યામાં પુંજા કરવાના બહાને મનુભાઈ પટેલ પાસેથી રૂપિયા લઈ એક ફોર વ્હીલ ગાડીનો ડ્રાઇવર તથા તેની સાથે બેસેલ બીજો ઇસમ હાથમાં પાઇપ લઇ ઉતરી આવી પાઇપ વાળા ઇસમે મનુભાઈના હાથમાનો થેલો ખુંચવી લઇ અમારી પાછળ આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મનુભાઈ ના રૂ.ર.૬૦,૦૦૦-ની લુંટ કરી નાશી જતા મનુભાઈ એ નસીબભાઇ નાથુભાઇ સિપાઇ,એક મહારાજ,સ્વીફ્ટ ગાડી નં. જી.જે.02,સીપી.5471 નો ડ્રાઈવર અને ફોર વ્હીલ ગાડી માં આવેલા અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે લૂંટ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:45 pm IST)