Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમદાવાદ મનપાની સિદ્ધિ :સેરોપોઝિટિવ સર્વેને બ્રિટિશ મેડિકલ જર્નલમાં મળ્યું સ્થાન

બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ) વિશ્વના સૌથી જૂના તબીબી મેડિકલ જર્નલમાંનુ એક

કોરોનાને નાથવા માટે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં સંજીવની વાન, ધન્વન્તરી રથ, 104 સેવા, સધન ટેસ્ટિંગ (યુનિવર્સલ એક્સેસ), આરોગ્ય સેતુ તેમજ વડીલ સુખાકારી યોજનાને કારણે દેશમાં કોવિડના મેનેજમેન્ટ બાબતે એક અલગ ઓળખ બનાવેલ છે. જેના ભાગરૂપે શહેરના લોકોમાં કોરોના અંગેની ઇમ્યુનિટીનું પ્રમાણ જાણવા માટે તમામ 7 ઝોન અને 75 અર્બન હેલ્થ સેન્ટરને આવરી લઇને સ્ટડી કરવામાં આવી. જેમાં પ્રથમ ફેઝનું તબક્કાવાર ઝોન વાઇઝ, કેસ વાઇઝ ઉંમરને ધ્યાનમાં લઇ એનાલિસિસ કરી બ્રિટિશ મેડિકલ જર્નલ ખાતે પબ્લીશ કરવા માટે મોકલ્યુ હતુ જે પ્રકાશિત થઇ ગયુ છે, જે અમદાવાદ માટે ગૌરવની વાત છે

બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ) વિશ્વના સૌથી જૂના તબીબી મેડિકલ જર્નલમાંનુ એક છે. તેમજ આ જર્નલ વર્ષ 1840થી કાર્યરત છે. સદર જર્નલમાં પબ્લિક હેલ્થ મેડિકલ રિસર્ચ તેમજ ક્લિનિકલ મેડિસિનમાં થયેલ શ્રેષ્ઠ સંશોધનને લગતી કામગીરીને લગતા લેખ પ્રકાશિત કરવામાં આવે છે. સદર જર્નલમાં સંશોધન લેખનો સિનિયર નિષ્ણાંત દ્વારા સાઇનટિફિક રિવ્યૂ અને યોગ્ય એનાલિસિસ બાદ જ પ્રકાશિત કરવાની પરવાનગી આપવામાં આવે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “Assessing seropositive for igG antibodies against SARS-coV-2 in Ahmedabad city of India: a cross section study” શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલ સ્ટડી 16 જૂનથી 11 જુલાઈ દરમિયાન અંદાજે ૩૦ હજાર જેટલા લોકોના સેમ્પલ લઇને એન્ટીબોડી ચેક કરવામાં આવ્યું હતું. AMC Seropositive Survey 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના સંશોધનના સેમ્પલ સાઇઝ ભૂતકાળમાં આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલ સેમ્પલ સાઇઝ કરતા 60 ગણા વધુ હતા. આ સ્ટડીને 5મી જાન્યુઆરી પ્રકાશિત કરવામાં આવેલ છે. જર્નલમાં પબ્લિક હેલ્થ ઓરિજનલ રિસર્ચ તરીકે લેખ પ્રકાશિત થવો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગૌરવની વાત છે

 

(10:17 pm IST)