Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી પર રોક નહીં : હાઇકોર્ટનો આદેશ

અમદાવાદઃ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કરી માર્ગદર્શિકાઃ ધાબાપ્રમેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં: અગાશી પર પરિવારના સભ્યો સિવાય બીજા કોઇ હાજર રહી શકશે નહીં. જા ભીડ એકઠી થશે તો જેપ્રતે ફલેટના પ્રમુખ કે ચેરમેન જવાબદાર રહેશે. રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્નાં કે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય. તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. ઉત્તરાયણને લઇને ૧૦૮ દ્વારા એકશન પ્લાન તૈયાર કર્યો છે. ૧૦૮ના કર્મચારીઓ ઉત્તરાયણના દિવસે તૈનાત રહેશે. ૬૨૨ જેટલી એમ્બ્યુલન્સ વિવિધ જિલ્લાઓમાં કાર્યરત રહેશે. આ સાથે પક્ષીઓની મદદ માટે કરુણા અભિયાન કરવામાં આવશે. ૫૦થી વધુ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન માટે ફાળવવામાં આવશે. ૧ લાખ ૨૫ હજાર પરિવારો પતંગ વ્યાપાર પર નભે છે ત્યારે સંવેદનશીલતા દાખવી અને સરકારે કોવિડ-૧૯ના નિયમોના દાયરામાં રહી અને થોડી છૂટછાટો જરૂરી છે.

(5:16 pm IST)