Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સુરતના પલસાણાના ગંગાધર ગામે લગ્ન પ્રસંગમાં ચોરી : કન્યાદાનમાં આપેલ સોનાના ઘરેણાનું પાકીટ બઠાવી ગયા

શુટબુટમાં આવેલા બંને ગઠીયા સીસીટીવીમાં કેદ :ફૂટેજના આધારે પોલીસ તપાસ શરુ

 

સુરતના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ચોરીની ઘટના બની હતી. પટેલ સમાજની વાડીમાં લગ્નપ્રસંગમાં બે ગઠિયાઓએ ચોરી કરી હતી.

   જાણવા મળ્યા મુજબ પુત્રીનું કન્યાદાનમાં આવેલ સોનાના ઘરેણાં મુકેલ પાકીટની ચોરી કરી હતી. જોકે વાડીમાં લગાવેલ સીસીટીવીમાં સૂટબુટમાં આવેલા બંને ગઠિયાઓ કેદ થયા હતા.

  મામલે પલસાણા પોલીસ મથકે પરિવારજનોએ ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(11:40 pm IST)