Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

એઇમ્સની ભેંટ આપવા બદલ સરકાર ખુબ ખુશ

ફળદુએ મોદીનો આભાર માન્યો

અમદાવાદ,તા.૯ : રાજયના નાગરિકોને ગંભીર બિમારીમાં વૈશ્વીક કક્ષાની આરોગ્યલક્ષી સારવાર ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને એઇમ્સ હોસ્પિટલની ભેટ આપી છે તે બદલ રાજયના નાગરિકો વતી કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આભાર વ્યકત કર્યો છે. મંત્રી આર.સી.ફળદુએ કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાનો સમગ્ર ગુજરાતની જનતા વતી આભાર વ્યકત કરતાં જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે  આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓ કર્યાન્વીત કરી છે. નાગરિકોને બિમારીમાં મોંઘી દવાથી છુટકારો મળે તે માટે સસ્તી અને ગુણવતાયુકત દવાઓના જેનરિક મેડીકલ સ્ટોર જન ઔષધી તથા આયુષમાન ભારત યોજનાની શુભ શરૂઆત બાદ ગુજરાતમાં રાજકોટ ખાતે ૧૨૦૦ કરોડના ખર્ચે એઇમ્સ બનાવવાની મહત્વની જાહેરાત કરી છે. જેનો લાભ રાજય તથા રાજય બહારના નાગરિકોને મળશે. ફળદુએ ઉમેર્યુ કે, અદ્યતન સુવિધાઓથી સજજ એઇમ્સ હોસ્પિટલ બનતા અનેકવિધ જટીલ રોગોની ખર્ચાળ તબીબી સારવાર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને આસાનીથી ઉપલબ્ધ થશે. હવે ગંભીર બિમારીની સારવાર માટે ગુજરાતવાસીઓએ હવે દિલ્હી-મુંબઇ જવુ નહિં પડે અને ગંભીર બિમારીની સસ્તા દરે હવે ઘર આંગણે જ સારવાર થશે.

(9:51 pm IST)