Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

લગ્નની લાલચ આપી કઠલાલના યુવક સાથે દોઢ લાખની છેતરપિંડી આચરનાર 2 શખ્સોની ધરપકડ

કઠલાલ:શહેરના યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપી ખર્ચ પેટે રૂપિયા .૩૫ લાખ પડાવી છેતરપીંડી વિશ્વાસઘાત કરવાના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે ઈસમોને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે ત્રણ દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છેપોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ ભાવસારવાડામાં કનુભાઈ પુંજાભાઈ રાવળ રહે છે. કનુભાઈએ તેમના સંબંધી ગોવિંદના લગ્ન કરાવી આપવા ભૂરાભાઈ મોહનભાઈ રાવળને વાતચીત કરી હતી. ભૂરાભાઈએ મુમતાજબેન ઉર્ફે મુન્નીબેન અનવરમીયાં મલેક (રહે. કઠલાલ મલેકપુરા)ને મળ્યા હતા બંને ઈસમોએ ગરૂડેશ્વર તાલુકાના માંજરાના બાલાભાઈ તડવી તેમજ રમેશભાઈ ભગવાનભાઈ તડવીએ મળી આશાબેન ગણપતભાઈ તડવી સાથે લગ્ન કરાવી આપ્યા હતા અને લગ્નના ખર્ચે પેટે રૂપિયા ,૩૫,૦૦૦ લીધા હતાપોલીસે  ધરપકડ કરી પૂછપરછ માટે રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરતા બંને આરોપીના દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

(5:40 pm IST)