Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

બસ ડ્રાઇવરની સમય સુચકતાથી મોટી જાનહાની ટળી: પંચમહાલના જાબુઘોડના નારુકોટ પાસેઅકસ્માત નડ્યો

પંચમહાલના જાબુઘોડના નારુકોટ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જતી સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હત

 જાણવા મળ્યા મુજબ દેવગઢબારીયાની કાલિયા કોટા પ્રાથમિક શાળાના બાળકોને લઇ પ્રવાસે જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસના ડ્રાઇવન અને શિક્ષકને ઇજાઓ પહોંચી હતી. સાથે વિદ્યાર્થીઓે પણ નાની-મોટી ઇજા થઇ છે

  બસમાં 50 વિદ્યાર્થીઓ સવાર હતા. બસ ડ્રાઇવરની સમય સુચકતાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. પ્રાથમીક શાળાના બાળકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ રહ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી

(2:03 pm IST)