Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

વડોદરાના પાદરા તાલુકામાં પરફ્યુમ બનાવતી કંપનીમાં ભીષણ આગ: ગામના લોકોમાં ફફડાટ જોવા મળ્યો

વડોદરા: જીલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલી પરફ્યુમ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. આગ એટલી પ્રચંડ હતી કે આસપાસના ગામોમાં પણ અડધી રાત્રે ફફડાટ વ્યાપ્યો હતો.

પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલી એરોમા ડિફેન્સ નામની પરફ્યુમ બનાવતી કંપનીમાં મોડી રાત્રે ત્રણ વાગે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આગ લાગતા કંપનીના તમામ કર્મચારીઓ બાહર આવી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલાં સમગ્ર કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. નજીકના પાદરા નગરના ફાયરફાઈટર દ્વારા આગ ઓલાવવાનો પ્રયત્ન કરાયો પણ પરફ્યુમમાં વપરાતાં જ્વલંતશીલ પ્રવાહીના સ્ટોકને કારણે આગ કાબુમાં આવતી હતી. જેને પગલે મેજર કોલ જાહેર કરી સમગ્ર જીલ્લામાંથી 25 જેટલા ફાયરફાઈટર સ્થળ પર દોડી આવ્યા હતા.

 

(5:05 pm IST)