Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ભૂપેન્દ્રભાઇ પટેલ જાન્યુઆરી 2022 માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા દુબઈ રોડ શો માટે આજથી દુબઈ ના બે દિવસના પ્રવાસે ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે રવાના

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી જાન્યુઆરી 2022 માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા દુબઈ રોડ શો માટે આજથી દુબઈ ના બે દિવસના પ્રવાસે ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે રવાના થયા છે.શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ને અમદાવાદ  ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી  દુબઈ જવા પહેલા રાજ્ય મંત્રી મંડળ ના મંત્રીશ્રી અર્જુન સિંહ,રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી ,મુકેશ પટેલ તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર અને વરિષ્ઠ સચિવો એ ભાવભરી વિદાય આપી પ્રવાસની સફળતા ની શુભેચ્છાઓ પાઠવી હતી

(10:31 am IST)