Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

તરોપા ગામમાં કામધંધા બાબતે ઠપકો આપનાર પિતાને માર મારી ધમકી આપનાર પુત્ર વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તારોપા ગામમાં નજીવી બાબતે પિતાને માર મારનાર પુત્ર વિરુદ્ધ પિતાએ ફરિયાદ કરી છે.

મળતી માહિતી અનુસાર તરોપા ગામના કોટવાલ ફળીયામાં રહેતા જીતીયાભાઈ તલસીભાઈ વસાવાની ફરીયાદ મુજબ તેમનો પુત્ર રાજેશભાઈ જીતીયાભાઈ વસાવા કોઈ કામધંધો કરતો ના હોઇ અને ગામમા આંટા ફેરા માર્યા કરતો હોવાથી પિતાએ ઠપકો આપતા પુત્ર એકદમ ઉસ્કેરાઈ જઇ ગમેતેમ ગાળો બોલી પિતાના ઘરમાથી લોખંડનો સળીયો લઇ આવી છાતીના ભાગે લોખંડના સળીયા વડે સપાટો મારી ગેબી ઇજા પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આમલેથા પોલીસે પુત્ર રાજેશ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:08 pm IST)