Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ખૂટાઆંબા પાસે રૂ ભરેલી ટ્રકમાં આગ લાગતા લાખોના નુકશાન બાદ બીજા દિવસે પણ કોઈએ ફરિયાદ ન આપતા પોલીસ મૂંઝવણમાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ખૂટાઆંબા ગામ પાસે રૂ ભરેલી ટ્રક નં.MH.18.BG.2788 માં કોઈક કારણોસર આગ લાગતા ચાલક અને ક્લીનર કુદી નાસી છૂટ્યા હતા જોકે રાજપીપળા પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આ ઘટનામાં રૂ તો બળીને ખાક થઈ ગયું હતું સાથે ટ્રક પણ બળી જવા છતાં આજે બીજા દિવસે પણ તેમનો ટ્રક ચાલક કે ક્લીનર આ બાબતે ફરિયાદ આપવા પો.સ્ટે. ને પહોંચ્યા નથી કે ટ્રક માલિકે પણ હજુ આ બાબતની કોઈ ફરિયાદ આપી ન હોય લાખોના નુકશાન બાદ પણ હજુ કોઈએ ફરિયાદ ન કરતા રાજપીપળા પોલીસ આ ઘટના બાબતે કોણ ફરિયાદ કરશે તેની રાહ જોઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે

(11:57 pm IST)