Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

નર્મદા જિલ્લામાં આજે 10 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક 1617 પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના દરબાર રોડ -01,વડિયા પેલેસ-01,અર્બન હેલ્થ સેન્ટર- 01,બહુચરાજી મંદિર-01,કસ્બાવાડ-01જ્યારે નાંદોદ તાલુકાના નાવરા-01,નિકોલી-01,રાણીપરા-01, કરાઠા -01 અને ગરુડેશ્વર ના મોટી રાવલ માં-01 મળી નર્મદા જિલ્લામાં 10 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 09 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 08 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 47 દર્દી દાખલ છે.આજરોજ 13 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1542 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1617 પર પહોચ્યો છે.આજે વધુ 381 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:54 pm IST)