Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ભાટપુર ગામમાં લગ્નમાં જાહેરનામા કરતા વધુ વ્યક્તિ ભેગા કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભાટપુર ગામમાં બહાર પાડવામા આવેલ જાહેરનામાનો ભંગ કરી લગ્ન માં જાહેરનામામાં નિર્ધારીત કરેલ વ્યક્તી ની સંખ્યા કરતા વધુ વ્યક્તીઓ ભેગા કરી ગુનો કરતા ડેડીયાપાડા PSI આઇ.આર.દેસાઇ એ ગણપતભાઇ પુનાભાઇ વસાવા, મનહરભાઇ પુનાભાઇ વસાવા અને રોશનભાઇ રાજેન્દ્રભાઇ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરતા અન્યોને લગ્ન બાબતે નિયમનું પાલન કરવા નો સબક મળ્યો હતો.

(11:53 pm IST)