Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ગાજરગોટા ગામે મોબાઈલમાં રેકોર્ડિંગ ચેક કરતા પતિએ પત્નીને તમાચા મારી ધમકી આપતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પણ ગામમાં રહેતા કલ્પનાબેન દિલીપભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમના પતિ દિલીપભાઇ રાયસીંગભાઇ વસાવા એ કલ્પનાબેન પિતાજીને ત્યાં ગાજરગોટા ગામમાં હતા ત્યાં જઈ મોબાઇલ ચેક કરી રેકોર્ડીંગ બાબતે પુછપરછ કરતા એકદમ ઉશકેરાઇ જઇ કલ્પનાબેન ને ગાલ ઉપર બે તમાચા મારી ગમે તેવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.ડેડીયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:52 pm IST)