Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

નર્મદા જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ : રાજપીપળા પોલીસે રાજપીપળમાં કુલ 11 ને ડિટેઇન કર્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં રાજપીપળાના બજારો નિયમિત ખુલ્લા જોવા મળ્યા જ્યારે કેવડિયા,તિલકવાડા,સાગબારા સેલંબામાં બંધની અસર જોવા મળી હતી.
નર્મદા પોલીસે કડક બંદોબસ્ત તૈનાત કર્યો હતો જેમાં રાજપીપળા શહેરમાંડી.વાય.એસ.પી.રાજેશ પરમાર, પી.આઈ.એ.આર.જાદવ,એક પીએસઆઇ 30 પોલીસ જવાનો અને 45 જીઆરડી અને હોમગાર્ડ ના જવાનો ખડકી દેવાયા હતા.
રાજપીપળા ખાતે સવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા સહિત 6 કોંગી કાર્યકર્તા ને ડિટેન કરાયા બાદ કોંગ્રેસના નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા, જયંતી ભાઈ વસાવા,હરેન્દ્રભાઈ વાળંદ સહિત કુલ 11 ને ડિટેઇન કરાયા હતા.એકંદરે નર્મદા માં આજના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

(11:50 pm IST)