Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ ટૂંકાવ્યો : હવે 15મીએ એક દિવસ આવશે કચ્છ : ધોરડોના રણની લેશે મુલાકાત

તૈયારીઓને લઈને ટુરિઝમ વિભાગ સાથે પીએમએ યોજી વિડિઓ કોન્ફ્રન્સ : રણોત્સવમાં ટુરિઝમ ફળો ડાઉન થવા અંગે નારાજગી વ્યક્ત કરી : પ્રવાસીઓને આકર્ષવા વિશેષ ઓફર સાથે જાહેરખબરોનો ફ્લો વધારાશે

 

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો  આગામી ૧૪ અને ૧૫ ડીસેમ્બરનો ગુજરાત પ્રવાસ ટૂંકાવ્યો છે અગાઉ  તેઓ બે દિવસ માટે આવવાના હતા કચ્છ ની મુલાકાતે આવવાના હતા પરંતુ હવે તેઓ માત્ર એક દિવસ માટે કચ્છ આવશે

 વડાપ્રધાન મોદી ૧૫ મી ડીસેમ્બરે કચ્છ આવશે  સ્ટેજ ફંકશન બાદ ધોરડોના રણની મુલાકાત લેશે આ માટેની તૈયારીઓ મુદ્દે ટુરીઝમ વિભાગની પીએમ મોદી સાથે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી

પીએમ મોદીએ ધોરડોના રણોત્સવમા  ટુરીઝમ ફલો સતત ડાઉન જવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી જેને લઇને હવે ટુરીઝમ ડીપાર્ટમેન્ટ આગામી રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા  વિશેષ પ્રયાસો કરશે જેમાં   વિવિધ ઓફર્સ મૂકવા સાથે વિવિધ માધ્યમો દ્વારા પ્રવાસીઓને આકર્ષવાજાહેરખબરોનો ફલો વધારશે

(10:40 pm IST)