Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટે રજિસ્ટ્રેશન રીન્યુ કરવા પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેશર કોર્સ કરવા ફરજિયાત

કોર્સની વધુ વિગત માટે વેબસાઇટ http://www.gujaratpharmacycouncil.org ની મુલાકાત લેવી : રીન્યુઅલ ફોર્મ તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાના રહેશે

અમદાવાદ : ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ અમદાવાદની યાદીમાં જણાવ્યા અનુસાર રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટે રજિસ્ટ્રેશન રીન્યુ કરવા પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેશર કોર્સ કરવા ફરજિયાત છે.
 યાદીમાં વધુમાં જણાવાયુ છે કે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન-૨૦૧૫ તા.૧૫/૧૧/૨૦૧૫ના રોજ બહાર પાડવામાં આવેલ છે. જેના નિયમ નં. ૪.૨ પ્રમાણે દરેક રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટે રજિસ્ટ્રેશન રીન્યુ કરવા પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેશર કોર્સ કરવા ફરજિયાત છે. રજિસ્ટ્રેશન રીન્યુઅલ વખતે રીફ્રેશર કોર્સના સર્ટીફીકેટની નકલ સામેલ કરવી ફરજીયાત છે. રીફ્રેશર કોર્સ માટે જે તે ફાર્માસીસ્ટે નજીકની ફાર્મસી કોલેજ અથવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના ફોન નં. (૦૭૯)૨૨૬૮૧૦૧૨ પર સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત રીફ્રેશર કોર્સની વિગતો માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની વેબસાઇટ  http://www.gujaratpharmacycouncil.org ની મુલાકાત લેવાની રહેશે.
 ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા તમામ ફાર્માસીસ્ટ જેઓના રજિસ્ટ્રેશનની રીન્યુઅલની મુદત તા.૩૧ ડીસેમ્બર,૨૦૨૦ના રોજ સમાપ્ત થતી હોય તેઓએ રજિસ્ટ્રેશન રીન્યુ કરાવવા માટે નિયત ફોર્મ સાથે રીન્યુઅલ ફ્રી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલને તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાના રહેશે. આ તારીખ પછી આવેલ ફીના આધારે કોઇપણ ફાર્માસીસ્ટનું રજિસ્ટ્રેશન રીન્યુ થઇ શકશે નહીં. જેઓનું રજિસ્ટ્રેશન આ પ્રમાણે રદ થાય તેઓને નિયમો અનુસાર રી-એન્ટ્રી કરાવવાની રહેશે. રીન્યુઅલ માટે નિયત ફોર્મ, રીન્યુઅલ ફી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તા. ૧લી જાન્યુઆરીથી ૩૧ માર્ચ,૨૦૨૧ સુધી સોમવાર થી શુક્રવારના રોજ સવારે ૧૧ થી ૪ સુધી સ્વીકારવામાં આવશે તેમ રજીસ્ટ્રારશ્રી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ, અમદાવાદની યાદીમાં જણાવાયુ છે.

(9:34 pm IST)