Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

વલસાડમાં બંધને નિષ્ફળ બનાવવા જિલ્લા પોલીસનો ખડે પગે પહેરો

ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગ દર્શન હેઠળ સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ, પારડી પીએસઆઇ બી. એન ગોહિલ, રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલ, નાનાપોંઢા પીએસઆઇ ડી. જે. બારોટ સહિત જિલ્લાના અધિકારીઓએ ખડે પગે બંદોબસ્ત રાખી બંધને નિષ્ફળ બનાવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દેશ વ્યાપી બંધને નિષ્ફળ બનાવવામાં ગુજરાત પોલીસના નિર્ધાર સાથે વલસાડ પોલીસ પણ સતત ખડે પગે બંદોબસ્તમાં ખડે પગે ઉભી રહી હતી. તેમના દ્વારા જિલ્લાના 10 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેઇન કરી બંધને નિષ્ફળ બનાવ્યો હતો. ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગ દર્શન હેઠળ સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ, પારડી પીએસઆઇ બી. એન ગોહિલ, રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલ, નાનાપોંઢા પીએસઆઇ ડી. જે. બારોટ વગેરેએ બંધને નિષ્ફળ બનાવવા ખડે પગે પહેરો ભર્યો હતો. વલસાડ શહેરમાં જિલ્લા કોંગ્રેસના કાર્યાલય પર આવેલા 4 કોંગ્રેસી કાર્યકર્તાઓને સિટી પોલીસે ડીટેઇન કર્યા હતા. જ્યારે ભીલાડ પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ડિટેઇન કરી લીધા હતા. જિલ્લા પોલીસની આ કામગીરીને લઇ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

(7:18 pm IST)