Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સુરત : યુનિવર્સીટીના કેમેસ્ટ્રીના અધ્યાપકની આત્મહત્યા : ગળેફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો : 18 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

તેલંગાણાના પૂર્ણચંદ્ર રાવ કેમેસ્ટ્રીના અધ્યાપક હતા. તે છેલ્લા બે દિવસથી ગુમ

સુરત : દક્ષિણ ગુજરાત વીર નર્મદ યૂનિવર્સિટીના કેમેસ્ટ્રીના અધ્યાપકે આત્મહત્યા કરી છે. પ્રોફેસરના 18 દિવસ પહેલા લગ્ન થયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

યૂનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર લાગેલા તેલંગાણાના પૂર્ણચંદ્ર રાવ કેમેસ્ટ્રીના અધ્યાપક હતા. તે છેલ્લા બે દિવસથી ગુમ હોવાના પગલે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સિક્યુરિટી ગાર્ડ તેમના ઘરે તપાસ માટે ગયો હતો. દરમિયાન સિક્યુરિટી ગાર્ડે ઘરનો દરવાજો ખખડાવતા રાવે દરવાજો ખોલ્યો નહતો. જે બાદ તેને શંકા ગઇ હતી. પોલીસને સાથે રાખીને ઘરની તપસા કરતા છત સાથેના હૂકમાં દોરી લટકાવી અને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે 20 તારીખે જ અધ્યાપકના લગ્ન થયા હતા.

30-31 વર્ષની ઉંમરમાં જ અધ્યાપકે આત્મહત્યા કરતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. પોલીસે અધ્યાપકના પરિવારનો સંપર્ક કરી તેમના મૃતદેહના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પ્રોફેસર કોન્ટ્રાક્ટ પર હતા અને આ વર્ષે ડિસેમ્બરમાં જ એક વર્ષ સમાપ્ત થઇ રહ્યુ હતું.

(7:04 pm IST)