Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સિંહોના નુકસાન માટે જવાબદાર કોણ? : રાજ્યમાં સિંહના અકાળે મૃત્યુ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

ગીર અભ્યારણમાં ગેસ-ઓઇલ પાઈપલાઈન માટે જમીન ફાળવવાના નિણર્ય મુદ્દે રાજ્ય સરકાર જવાબ આપે :હાઈકોર્ટ

અમદાવાદ : ગીર અભ્યારણની કેટલીક જમીન ગેસ-ઓઇલ પાઈપલાઈન અને ઓપટીકલ ફાઇબર માટે ફાળવવાના રાજ્ય સરકારના નિણર્ય સામે દાખલ કરાયેલી અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યના વાઈલ્ડ લાઈફ બોર્ડ પાસેથી ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં થતા સિંહના અકાળે મૃત્યુના મામલે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે

 ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી સુઓ મોટો જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે બ્રોડ ગેજ અને ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન માટે રેલવે વિભાગને ગીર અભ્યારણની 150 હેકટર જમીન ફાળવવામાં ન આવે અને જો રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી હોય તો તેને રદ કરવામાં આવે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી સુઓ મોટો જાહેરહિતની અરજીની મુખ્ય માંગણીમાં ગીર અભ્યારણની જમીન ગેસ- ઓઇલ અને ઓપટીક ફાઈબરની પાઈપલાઈન માટે ફાળવાના નિર્ણયને રદ કરવામાં આવે.,ગીર અભ્યારણની 150 હેકટર જમીન બ્રોડ ગેજ અને ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન માટે ન આપવામાં આવે અને જો આપવામાં આવી છે તો તેને રદ કરવામાં આવે., ગીરમાં આ પ્રકારના પ્રોજેકટથી સિંહોને નુકસાન થશે., ગેસ-ઓઇલ પાઇપલાઈનથી ગીર વિસ્તારના જંગલમાં આગ લાગવાની શક્યતાને લીધે સિંહોના જીવને જોખમ થઈ શકે.,હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વધુમાં રજુઆત કરવામાં આવી છે કે ગીર અભ્યારણ અને તેના આસપાસના વિસ્તારોમાં થતી સિંહોની હેરાનગતિ મુદ્દે નીચલી અદાલતોમાં ફાસ્ટ ટ્રેક ધોરણે કેસ ચલાવવામાં આવે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારે ગેસ-ઓઇલ પાઈપલાઈન અને ઓપટિકલ ફાઇબર માટે જામીન ફાળવવાની મંજૂરી આપી દીધી છે

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે રાજ્યના વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યે વાંધો વ્યક્ત કરતા કહ્યું હતું કે જો બ્રોડ ગેજ લાઇન પસાર કરવામાં આવશે. ત્યારે ટ્રેન 50 કિમી કે તેથી વધુ ઝડપે ચાલશે અને તેમા સિંહોના અકસ્માતમાં મૃત્યુ થવાની પણ શકયતા છે. અગાઉ ડિસેમ્બર 2018માં પીપાવાવ પાસે આવી જ ઘટના બની હતી.

સુઓ મોટો જાહેર હિતની અરજીમાં રજુઆત કરાઈ છે કે રાજ્ય સરકારના ગેસ-ઓઇલ પાઈપલાઈનના નિણર્યને રદ કરવામાં આવો જોઈએ, કારણ કે તેનાથી જમીનમાં જો ક્રેક થાય તો ઓઇલ અને ગેસ બહાર આવી શકે છે અને તેનાથી પર્યાવરણ દૂષિત થવાની પણ શકયતા છે. એટલું જ નહિ આગની દુર્ઘટના સર્જાય તો ગીર અભ્યારણ અને આસપાસના વિસ્તરમાં આવેલી અન્ય વન્ય પ્રજાતિઓ પણ નષ્ટ થઈ શકે છે. જંગલની આગને લીધે ભારતમાં આવેલી એશિયાઈ સિંહોનું એક માત્ર સ્થાન પણ નષ્ટ થઈ શકે છે.

પાછલા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2015 સિંહોની સંખ્યા 523 હતી જે હવે વધીને 674 થઈ છે. એટલું જ નહિ સિંહોની વસ્તી વધતા તેમના વિસ્તારમાં પણ વધારો જોવા મળ્યો છે. 2015માં સિંહોની હદ 22,000 ચો કિમી સુધી હતી જે 2020માં વધીને 30,000 ચો કિમી થઈ ગઈ છે. ગીર અભ્યારણ અને તેના બહારના કેટલાક ગામડાઓમાં પણ હવે સિંહ જોવા મળે

(6:43 pm IST)