Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સુરતના હજીરા વિસ્તારમાં 38 વર્ષીય શખ્સને કારે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત

સુરત: શહેરની નવી સિવિલ થી મળેલી વિગત મુજબ પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે એલ.આઈ.જી બ્લોકમાં રહેતા 38 વર્ષીય સંદિપસિંહ પેશકારસિંહ સોમવારે નવસારી થી ટ્રક લઈને હજીરા ની રિલાયન્સ કંપની ખાતે ગયા હતા જોકે ત્યાં પાર્કિંગમાં ટ્રક પાર્ક કરીને પગપાળા કામ અર્થે જતા હતા તે સમયે ફોર વ્હીલ વાહને તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા નોંધનીય છે કે સંદીપ સિંહ મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર ના વતની હતા તેને એક સંતાન છે તે ડ્રાઇવિંગ કામ કરતા હતા આ અંગે હજીરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:46 pm IST)