Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સુરત: સાઇકલ પરથી ઘરે પરત ફરતા શખ્સને પુરપાટ ઝડપે જતા ટ્રક ચાલકે હડફેટે લેતા કમકમાટીભર્યું મોત

સુરત:નવી સિવિલ થી મળેલી વિગત મુજબ મૂળ ઝારખંડના વતની અને હાલમાં ઈચ્છાપુરના બસ સ્ટેન્ડ નંબર ત્રણ પાસે રહેતા 57 વર્ષીય બિરેન્દ્ર રામચંદ્ર વિશ્વકર્મા આજે સવારે સાઇકલ પર ઘરેથી હજીરાની કંપનીમાં નોકરીએ જવા નીકળ્યા હતા.

તે સમયે મોરા ગામ રોડ પર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીકમાં પૂરપાટ હકાતા ટ્રકચાલકે સાઈકલ ને ટક્કર મારી હતી જેમાં તેને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું આ અંગે ઈચ્છાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:45 pm IST)