Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સુરતના અડાજણમાં ઘરમાં ઇલેક્ટ્રિક શોર્ટસર્કિટથી આગ ભભૂકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: શહેરના અડાજણના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ્સ ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. જો કે ફાયર સેફ્ટીના મુદ્દે એપાર્ટમેન્ટને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવશે. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ અડાજણ વિસ્તારમાં આવેલા મધુવન સર્કલ પાસે પ્રથમ ગણેશા રેસિડેન્સીમાં ત્રીજા માળે કલ્યાણી પરિવાર રહે છે. જોકે તેમના પરિવારના અમુક સભ્યો બહાર ગયા હતા અને અમુક સભ્યો નોકરીએ ગયા હતા ત્યારે આજે સવારે ઘર બંધ હતું તે સમયે અચાનક ફ્લેટમાં અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેને લીધે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. આ આગને લીધે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી. એટલું જ નહિ પણ ત્રીજામાં ઉપર રહેતા વ્યક્તિ ઉપરના માળે દોડી ગયા હતા અને નીચેના પ્રશ્નોના વ્યક્તિઓ ગ્રાઉન્ડ પર ધસી ગયા હતા. આ અંગે ફાયર ઓફિસર ઈશ્વરભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલ જાણ થતાં તરત બહાર જવાનો સાથે પાલનપોર મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશન ની ગાડી ત્યાં ધસી ગયા હતા. જો કે ફ્લેટમાં આજ્ઞાની ધુમાડો બહુ હોવાથી 4 ફાયરજવાનો ઓક્સિજન માર્કસનો સેટ પહેરીને ફ્લેટની અંદર જઈ ફાયર ફાઈટિંગ કર્યું હતું.

(5:45 pm IST)