Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

હિંમતનગરના રોડા નજીક પેટ્રોલ પંપ નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને હડફેટે લેતા ગોઝારો અકસ્માત

હિંમતનગર: શહેરના રોડા ગામ પેટ્રોલ પંપ પાસે ખેડતસિયા રોડ પર આજે એક ડમ્પરના ચાલકે ગફલતભરી ડ્રાઈવિંગ કરીને બાઈકસવાર યુવકને કચડ્યો હતો. જેમાં તેનું માથું છુંદાઈ ગયું હતું. સાબલી મંદિરે જતા યુવકને અકસ્માત નડતા લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

ડમ્પરની નીચે કચડાતા હિંમતનગરના બેરણા ગામના પરમાર મુકેશકુમાર અમરતસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુવાન બાઈક પર સાબલી મંદિર જતો હતો ત્યારે હિંમતનગર તરફ આવતી વેળા અકસ્માત થયો હતો. ડમ્પર નીચે કચડાતા યુવકનું મોત થયાની જાણ થતાં ગાંભોઈ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. યુવકના મૃતદેહને કપડું ઓઢાડીને તેની ઓળખ મેળવી બાદમાં એમ્બ્યુલન્સમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

(5:44 pm IST)