Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્‍યાને આવ્‍યો વોટ્‍સએપ મારફતે હેકિંગ થયાનો કિસ્‍સોઃ સોશ્‍યલ મીડિયાનો સંભાળીને ઉપયોગ કરવા સલાહ

અમદાવાદ: સોશિયલ મીડિયાની એપ્લિકેશન જેટલી ફાયદાકારક છે તેટલી ક્યારેક નુકસાન કરતાં પણ બની શકે છે. પરંતુ તેનું જરૂરિયાતપૂર્ણ ઉપયોગ અને સાવચેતી છેતરપિંડીથી બચાવી શકે છે. તાજેતરમાં જ સાયબર ક્રાઇમના ધ્યાને આવ્યું છે કે whatsapp હેકિંગ મારફતે ડેટા ચોરી અને બેન્ક એકાઉન્ટ સાફ થઈ શકે છે. સોશિયલ મીડિયામાં હાલ whatsapp નું ચલણ ખૂબ જ પ્રચલિત છે. જેમાં દુનિયાના કોઈપણ ખૂણેથી અને ડેટા ફોટો કોન્ટેક અને પેમેન્ટ પણ કરી શકાય છે.

whatsapp ના કેટલાક નવા ફિચર તો તમામ મુશ્કેલ કામ ગણતરીની મિનિટોમાં જ પતાવી શકાય છે ત્યારે સાયબર ગઠિયાઓ પણ છેતરપિંડી કરવા અનેક નવા પ્લેટફોર્મ શોધી રહ્યા છે, ત્યારે whatsapp હેકિંગનું નવું પ્લેટફોર્મ સાઇબર ક્રાઇમ કરનારાઓ પાસે આવી ચૂકી છે. ત્યારે સવાલ એ થાય આપનું whatsapp હેક થઈ શકે તેના તમામ ડેટા લીક થઈ શકે છે ત્યારે તે વસ્તુ જાણવી જરૂરી છે કે whatsapp નો જરૂરી ઉપયોગ અને સાવચેતી આપણે સાયબર સાયબર પોસ્ટરથી અવશ્ય બચાવી શકે છે તાજેતરમાં જ અમદાવાદ સાઇબર ક્રાઇમના ધ્યાને એવા કિસ્સા સામે આવ્યા કે જેમાં whatsapp મારફતે હેકિંગ થયું હોય.

વોટ્સએપ હેકિંગની સાયબર ક્રાઇમના ધ્યાને આવ્યું છે કે નવા ફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરતા જ હેક પણ થઈ રહ્યું છે. વોટ્સએપ એપ્લિકેશન એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરવું હોય ત્યારે ફોન પર OTP આવે છે ત્યારે તે OTP જનરેટ થતા જ વોટ્સએપ નવા ફોનમાં ઓપન થઈ શકે છે. આ જ OTP નો ડેટા ચોરી અને બલ્ક મેસેજ કરવા માટે દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

જેના થકી અન્ય વ્યક્તિને OTP મોકલી તે વ્યક્તિનું વોટ્સએપ હેક થઈ જાય છે. બાદમાં આવી જ ચેઇન અને અન્ય કોન્ટેક્ટ મારફતે બીજાના વોટ્સએપ હેક થઈ જાય છે. હેક થયા બાદ આ વોટ્સએપમાં આવેલો પ્રાઇવેટ ડેટા હેરફેર કરાય છે, અને તેનો જાહેરાત માટે પણ ઉપયોગ થાય છે. સાયબર ક્રાઇમ આવી ઘટનાઓમાં ફરિયાદ કરવાની અપીલ કરે છે. જો તમારે આ વોટ્સએપ હેકથી બચવું હોય તો કયા બે સ્ટેપ ફોલો કરવાના તે સાંભળો. હાલમાં વોટ્સએપ પેમેન્ટ નો ઓપ્શન ઇન્ડિયામાં નથી જોવા મળતો. જોકે વોટ્સએપ પેમેન્ટનો વપરાશ વધતાં સાયબર ફ્રોડસ્ટર લોકો વધારે ભોગ બનાવે તે પહેલા ચેતવું જરૂરી છે. આમ છતાં સાયબર ક્રાઇમનો ભોગ બનતા જ 100 નંબર  પર ફોન કરી સાયબર આશ્વસ્થ નો સંપર્ક કરી શકાય છે.

(5:41 pm IST)