Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

વડોદરામાં દહેજ મામલે ત્રાસ આપી પતિએ પત્નીના ફોટા કોલગર્લની વેબસાઈટ પર અપલોડ કરતા પોલીસ ફરિયાદ

વડોદરા:સગાઈ અને લગ્ન વિધિ દરમિયાન યુવતીના પિતાએ 8 લાખનો ચેક, રોકડા 4 લાખ તથા સોના ચાંદીના દાગીના આપ્યા હોવા છતાં યુવતીને મહેણાં ટોણાં મારી ચારિત્ર્ય અંગે શંકા ઉપજાવી શારીરિક અને માનસિક ત્રાસ આપવા મામલે યુવતીએ સાસરિયાઓ વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે પતિએ પત્નીને બદનામ કરવા તેના ફોટો લગ્નસંબંધી અને કોલગર્લની વેબસાઇટ પર અપલોડ કર્યા હતા. અને જે સંદર્ભે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલ વાઘોડિયા રોડ ખાતે રહેતી 25 વર્ષીય ગ્રેજ્યુએટ યુવતી સપ્લાયર વેલીડેશન એનાલિસ્ટ તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે,  વર્ષ 2017 દરમિયાન મારા લગ્ન મકરપુરા વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં રહેતા પ્રકાશભાઈ સિંગ સાથે થયા હતા. મારા પિતાએ સગાઈની વિધિમાં 8 લાખ ચેકથી અને 4 લાખ રૂપિયા રોકડા  તેમજ સોનાની ચેન આપી હતી. ત્યારબાદ લગ્ન સમયે ફરી પિતાએ સોનાની લકી, ચાંદીની થાળી સહિતની વસ્તુઓ આપી હતી. લગ્ન બાદ ફરવા જતા દીવ ખાતે પતિ સાથે સેલ્ફી ફોટો લેતા તે ઉશ્કેરાઇ ગયા હતા. અને ઉદયપુર ખાતે રહેવાનો ખાવા-પીવાનો મુસાફરીનો ખર્ચ પતિએ રૂપિયા નહીં ચૂકવી મારી પાસેથી ચૂકવ્યા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ પતિએ ઘરનું કરિયાણુ મારા વેતનમાંથી લાવવા જણાવતા દર મહિને ઘરનું કરિયાણુ મારા વેતનમાંથી આવતું હતું. ત્યારબાદ સાસરિયાઓએ મેળા ટોણાં મારી તારા માતા-પિતાએ કાર, સોફા, ડાઈનીંગ ટેબલ કુલર આપ્યું નથી. તેમ કહેતા હું મારા વેતનમાંથી સોફા ,ટીવી યુનીટ, ડાઈનીંગ ટેબલ ખરીદી લાવી હતી. 

(5:29 pm IST)