Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

કાલે 'ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે'ની ઉજવણી કરાશે

યુ-ટયુબ અને ફેસબુક ઉપર 'એસીબી ગુજરાત'ના પેઇજ ઉપર સાંજે પ થી ૭ લાઇવ પ્રસારણ થશે

રાજકોટ, તા. ૮ : સંયુકત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા આવતીકાલે 'આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસ'ની ઉજવણી કરવામાં આવશે.  આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસની લીગલ સર્વીસીઝ ઓથોરીટી, નામદાર ગુજરાત હાઇકોર્ટ અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રીશ્રી અન્ય મંત્રીઓ અને નામદાર ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ કોરોના મહામારીના લીધે ઓનલાઇન યોજવામાં આવશે જે કાર્યક્રમનું 'યુ-ટયુબ' ફેસબુક અને 'એસીબી ગુજરાત' પેઇજ ઉપર લાઇવ પ્રસારણ સાંજે પ.રપ થી ૭.રપ સુધી પ્રસારીત કરવામાં આવશે. આ કાર્યક્રમ જાહેર જનતા પણ બહોળી સંખ્યામાં જોડાઇ શકે તે માટે અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામક શ્રી કેશવકુમાર તથા સંયુકત નિયામક બીપીનભાઇ આહીર, મદદનીશ નિયામક એ.પી. જાડેજા, રાજકોટ એસીબીના પીઆઇ એમ.એમ.સરવૈયા અને ગ્રામ્ય એસીબી પોલીસ મથકના પીઆઇ આર.આર. સોલંકી દ્વારા અનુરોધ કરાયો છે.

(3:38 pm IST)