Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સાણંદમાં apmc અને મુખ્ય બજાર સવારના સમયમાં બંધ

 અમદાવાદ : ખેડૂતોના બંધના એલાન વચ્ચે સાણંદ apmc અને મુખ્ય બજાર સવારના સમયમાં બંધ જોવા મળ્યા જોકે સવારથી ૮:૩૦ વાગ્યા સુધી એપીએમસી બંધ હોવાના સમાચાર માધ્યમોમાં આવતા એપીએમસી સત્ત્।ાધીશો તાત્કાલિક એપીએમસીમાં દોડી આવ્યા, અને દાવો કર્યો છે કે, એપીએમસી નું કામકાજ ચાલુ છે. જો કે સવારથી જ એપીએમસીમાં કોઇપણ ખેડૂતની ચહલપહલ હતી નહીં. સામાન્ય રીતે સવારના સમયે જ ખેડૂતો પોતાનો સામાન લઈને એપીએમસીમાં આવતા હોય છે અને ટ્રેકટરની કતાર લાગેલી જોવા મળતી હોય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે એપીએમસીના બ્લેકબોર્ડ પર ૮મી ડિસેમ્બરે કામકાજ બંધ હોવાની જાહેરાત લખવામાં આવી હતી પરંતુ એપીએમસીના સત્ત્।ાધીશો આવતા એ જાહેરાતને પણ હટાવી લેવામાં આવી. જે બાબતે સવાલ પૂછવામાં આવતા સેક્રેટરી ગિરીશ પટેલે એપીએમસી ચાલુ હોવાનો દાવો કર્યો, પરંતુ ખેડૂતો જોવા ન મળ્યા. એપીએમસીની સાથે સાણંદના મુખ્ય બજાર પણ બંધ અવસ્થામાં જોવા મળ્યા. દુકાનદારો દુકાન બહાર જોવા મળ્યા પણ દુકાન ખોલવી કે નહીં તે અંગે અસમંજસમાં જોવા મળ્યા. જોકે પોલીસે બઝાર બંધ કરાવવા નીકળેલા ૮ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

(3:36 pm IST)