Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં કનેક્ટિવિટીનો અભાવ : સાગબારા કોંગ્રેસ પ્રમુખે મામલતદારને આવેદન આપ્યું

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં કનેક્ટિવિટીના અભાવે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવામાં મુશ્કેલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર વિશ્વ જ્યારે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે કનેક્ટિવિટીમાં 5G સુધી પોહોંચી ગયું છે ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ 2G તો દૂર પણ નેટવર્ક નાજ ફાંફાં છે ત્યારે સાગબારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેહુલ વસાવાની આગેવાનીમાં કનેક્ટિવિટીની સમસ્યા બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યું છે કે સાગબારા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં નેટવર્કનો અભાવ છે ઉપરાંત જ્યાં છે ત્યાં ઇન્ટરનેટની સ્પીડ ઓછી છે ત્યારે લોકડાઉનમાં વિદ્યાર્થી ઓને ઓનલાઈન ભણવામાં મુશ્કેલી પડી રહી છે તેમજ ફોન વાતચીતમાં પણ સૌથી મોટી તકલીફ પડી રહી છે તો આ બાબતે સત્વરે ધ્યાન આપવામાં આવે તેવી માંગ કરી છે.

(1:30 pm IST)