Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

રાજપીપળા હરસિદ્ધિમાતાના ફેસબુક પેજ પર બિભત્સ ફોટા મુકનારનું IP એડ્રેસ મળતાજ પોલીસ વધુ કાર્યવાહી કરશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરના ફેસબુક પેજ ઉપર મહિલાઓના બિભત્સ ફોટા મૂકી હિન્દૂ ભક્તોની ધાર્મિક લાગણી દુભાયા બાદ વીએચપીએ આ બાબતે રજુઆત કરતા રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો જેની તપાસ દરમિયાન તપાસ કરનાર પી.આઈ.એ.આર.જાદવે જણાવ્યું કે સૌથી પહેલા અમે ફેસબુક ના અધિકારી સાથે સંપર્ક કરી મહિલા ના ફોટા ડીલીટ મરાવ્યાં હતા ત્યારબાદ હવે તપાસ આગળ વધારતા ફેસબુકની વિગતમાં ખાસ આઈપી એડ્રેસ ની તપાસ ચાલુ કરાવી છે આઈ પી એડ્રેસ મળતા જ આગળની તપાસ હાથ ધરાશે

(1:29 pm IST)