Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

નર્મદા જિલ્લાની ગ્રામપંચાયતોમાં 15માં નાણાપંચ યોજનાની વહિવટ મંજૂરી આપવા કલેક્ટરને આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સરપંચ પરિસદના પ્રમુખ નિરંજનભાઈ વસાવાની આગેવાનીમાં આજે સી.એમ.ને સંબોધતુ આવેદનપત્ર નર્મદા કલેક્ટરને આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટ છેલ્લા કેટલાક સમયથી આવી ગઈ હોવા છતાં પણ વિકાસના કામો આજ દિન સુધી ચાલુ કરવા માટે વહીવટી મંજૂરી મળી નથી,15માં નાણા પંચ બાબતે જવાબદાર અધિકારીઓ સાથે વાત કરતા એમ જાણવા મળ્યું કે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ વપરાશ માટે સરકાર તરફથી કોઈપણ પ્રકારની ગાઈડલાઈન મળેલ નથી,15 મા નાણાપંચની ગ્રાન્ટમાંથી પીવાના પાણીને લગતા કામોમાં નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ દેખતા છુટી છવાઈ વસ્તી હોય બોર વિથ મોટર તથા હેન્ડપમ્પ તથા મીની પાણી પુરવઠાનો સમાવેશ કરવો નાણાકીય વહીવટી ડિજિટલ એકાઉન્ટ થી નક્કી કરેલ છે પરંતુ જેના સંદર્ભે આજદિન સુધી ગુજરાતના કોઇ પણ જિલ્લા કે તાલુકામાં સરપંચો અને તલાટીઓને કોઈ પણ ટ્રેનિંગ કૅ તાલીમ આપવામાં આવી નથી તેમજ આ બાબતે કોઈ માહિતગાર કરવામાં આવેલ નથી જેથી 15 માં નાણા પંચની નાણાકીય કામગીરી 14માં નાણાપંચની ગાઈડ લાઈન મુજબ કરવાની રહેશે

 ,15મા નાણાપંચની કામગીરી માં ગ્રામ પંચાયત તેની મુખ્ય એજન્સી રહેશે, નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ના આદેશ અનુસાર જેતે ગ્રામપંચાયતો મારફતે શૌચાલયો સમયસર બનાવી દેવામાં આવ્યા છે અને વ્યક્તિગત લાભાર્થી મારફતે પણ શૌચાલય બનાવી દેવામાં આવ્યા છે પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી આ શૌચાલય ની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.

નર્મદા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત  વ્યક્તિગત લેબર ના કામો તથા મટીરીયલ વિકાસના કામોની પણ વહીવટી મંજૂરી જિલ્લા લેવલથી આપવામાં આવી નથી મનરેગા યોજના અંતર્ગત મટીરીયલ વિકાસના કામોને એક વ્યક્તિ ને લાભ મળે એ હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી ગુજરાતના અન્ય જિલ્લામાં તાલુકા લેવલથી ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે માત્ર નર્મદા જિલ્લામાં જ જિલ્લા લેવલથી ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે,જેના સંદર્ભમાં નર્મદા જિલ્લાની સ્થાનિક એજન્સી મારફતે અમદાવાદ હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે જેનું નિરાકરણ ન આવે ત્યાં સુધી જૂની પદ્ધતિ પ્રમાણે રાખેતા મુજબ વિકાસના કામો ગ્રામ પંચાયતોમાં ચાલુ કરાવવા અને ગુજરાત પેટર્ન, એટીવીટી જેવી વિવિધ સરકારની યોજનાઓ વિકાસના કામોના મુદ્દાઓને ધ્યાનમાં લઇ ઘટતી કાર્યવાહી કરી વહેલી તકે સુખદ નિરાકરણ આવે એવી નર્મદા જિલ્લાના તમામ સરપંચો તરફથી ભલામણ કરાઈ છે.

(1:29 pm IST)