Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ડેડીયાપાડા અલમાવાડી ગામે લાયન્સ કલબ બરોડા દ્વારા જીવન જરૂરી સામગ્રીનું વિતરણ

શિયાળની ઋતુમાં કડકડતી ઠંડી સામે રક્ષણ માટે વિધવા મહિલાઓને ગરમ ધાબળા, રૂમાલ ચોખા તથા બિસ્કીટનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા)-જપીપળા : નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અલમાવાડી  ગામે લાયન્સ ક્લબ બરોડા દ્વારા ખરચીપાડા,ભાટપુર,પોમલા પાડા ,સૈજપુર સહિતના ગામોની વિધવા બહેનોને ગરમ ધાબળા,રૂમાલ, ચોખા તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અલમાવાડી ગામ ખાતે લાયન્સ ક્લબ બરોડા દ્વારા યોજાયેલા વિવિધ સામગ્રીના વિતરણ કાયૅક્રમ પ્રસંગે માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ વસાવા, ડેડીયાપાડાના દાતા મહેશભાઈ પટેલ,રતનભાઈ વસાવા, સુરેન્દ્રભાઈ પંચાલ અલમાવાડી ગામના સરપંચ શિવરામભાઈ,મહિલા મોરચાના પ્રમુખ તારાબેન,મહિલા મોરચાના મહામંત્રી લીલાબેન તથા લાયન ગ્રુપના સભ્યો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

(1:28 pm IST)