Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

નર્મદા જીલ્લામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરનારા શખ્શો સામે કાયદેસર કાર્યવાહી કરતી નર્મદા પોલીસ

(ભરત શાહ દ્વારા) -રાજપીપળા : નર્મદા જિલ્લા ,પોલીસ વડા હિમકર સિંહ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરનાર વ્યક્તિઓ સામે સખ્ત પગલા લેવા તથા નાકાબંધી તેમજ જરૂરી વોચ ગોઠવી આવી પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાની કડક સુચના આપતા નર્મદા પોલીસ દ્વારા જીલ્લા ને અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્ય તથા ગુજરાત રાજ્યના બીજા નજીકના જીલ્લાઓમાંથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અટકાવવા જીલ્લામાં નાકાબંધી તેમજ જરૂરી અંગત બાતમીદારો રોકી આવા વ્યક્તિઓને ઝડપી પાડી કેટલ કન્ટ્રોલ મુજબના ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જેમાં સને-૨૦૨૦માં કુલ-૧૪ ગુનાઓ નોંધી ગેરકાયદેસર પશુઓની હેરાફેરીના ગુનાઓ અટકાવવાના પ્રયત્નો કરવામાં આવેલ છે. જે પૈકી સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં કુલ-૫ ગે.કા. પશુઓની હેરાફેરીના ગુનાઓ રજીસ્ટર કરી કુલ-૮૨ પશુઓ જેની કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/તેમજ વાહન કુલ-૫ કિ.રૂ.૨૮,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ જપ્ત કરી કુલ-૧૩ આરોપીઓને અટક કરવામાં આવેલ છે.તેમજ ડેડીયાપાડા પો.સ્ટે.માં વિસ્તારમાં કુલ-૯ ગુના ઓ રજીસ્ટર કરી કુલ-૧૭૬ પશુઓ જેનીનકિ.રૂ.૧૯,૦૪, 000/- તેમજ વાહન કુલ-૧૪ કિ.રૂ.૬૭,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ જપ્ત કરી કુલ-૨૧ આરોપી ઓ અટક કરવામાં આવેલ છે.તેમજ આવા ગુનાઓ આચરનારાઓ સામે કાયદેસર પગલા ભરી જેલ હવાલે કરવામાં આવેલ છે. તેમજ જીલ્લામાં રાજ્ય બહારથી આવતા વાહનોની પુરતી ચેકીંગની વ્યવસ્થા જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે. તેમજ જીલ્લાને અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જીલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી આવી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અટકાવવા પણ તજવીજ કરવામાં આવે છે.

(1:27 pm IST)