Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ઐતિહાસિક અતિવૃષ્ટિ સહાય પેકેજ પૂર્ણતાના આરેઃ ૧૮.૩૫ લાખ ખેડૂતોને ૨૭૬૯ કરોડ ચૂકવાયા

રૂપાણી સરકારે ઈતિહાસ સર્જયોઃ બાકીની ૧૯ હજાર અરજીઓની નિકાલની પ્રક્રિયા

રાજકોટ, તા. ૮ :. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ચોમાસાના ઉતરાર્ધમાં થયેલ ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે રૂ. ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કરેલ તેની ઓનલાઈન અરજીઓ મંગાવી સહાય ખાતામાં જમા કરવામાં આવેલ. આ કામગીરી પૂર્ણતાના આરે છે. કૃષિ-સહકાર વિભાગના સચિવ શ્રી મનીષ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પેકેજનો અમલ કરવામાં આવ્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કુલ ૧૮.૩૫ લાખ ખેડૂતોને રૂ. ૨૭૬૯ કરોડ ચૂકવાયા છે. ૧૯ હજાર જેટલા ખેડૂતોની અરજી મંજુરી પ્રક્રિયા હેઠળ છે. ઓનલાઈન અરજીમાં જણાતી ક્ષતિ પૂર્તિ થતી જશે તેમ સહાય ચૂકવાતી જશે. દરેક લાભાર્થી ખેડૂતને રૂ. ૫ થી ૨૦ હજાર સુધીની સહાય મળી છે. ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ અતિવૃષ્ટિ પેકેજ સાબિત થયુ છે. સહાય વિતરણનો પ્રારંભ પહેલા નોરતે તા. ૧૭ ઓકટોબરથી થયો હતો. પ્રથમ વખત પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમથી ખેડૂતોના ખાતામાં નાણા જમા થયા છે.
 

(12:59 pm IST)