Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

બંધ સંદર્ભે સુરતમાં ભૂતકાળની પરિસ્થિતિનું પુનરાવર્તન રોકવા લોખંડી સુરક્ષા

કૃષિ બિલ વિરોધી આંદોલનના સર્વે દરમ્યાન ૩ વર્ષથી ઓરિસ્સા ચાલ્યો ગયેલ કુવિખ્યાત સકંજામાં : પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ટીમ દ્વારા ચકાજામ અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેવું પ્રૂફ આયોજન

રાજકોટ,તા.૮: કૃષિ કાયદા વિરોધમાં ગુજરાતના વિવિધ  સંગઠનો તથા કોંગ્રેસ વિગેરે દ્વારા અપાયેલ ટેકા સંદર્ભે લોકોને કોઈ જાતની મુશ્કેલી ન સર્જાય તે માટે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા અપાયેલ આદેશ અનુસાર ચોક્કસ વિસ્તારોમાં ચાલતી સર્વેક્ષણ કામગીરી દરમ્યાન ૩  વરસથી પોતાના વતન ઓરિસ્સા નાશી છૂટનાર લૂટ અને રાયોટિંગ જેવા ભયંકર અપરાધનો આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે.       

આરોપી નીલા એ પોતાના સાગરીતોની કુ વિખ્યાત આશીફ ઊર્ફે ચાંદ અને રસૂલ વિગેરેની મદદથી   ૨   લાખની રોકડ રકમની બેગ લૂંટવા સાથે પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં કાયદો વ્યવસ્થાની જે તે સમયે એસી  તેશી કરી ધમાલ મચવ્યા બાદ પોલીસ તેની શોધતી હતી.પોલીસ આગવી ઢબે પૂછપરછ કરવાની હોવાની જાણ થતાં ઓરિસ્સા ચાલ્યો ગયેલ.                                           

દરમ્યાન સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા કૃષિ બિલ વિરોધી આંદોલનને કારણે જન જીવન ખોરવાઇ નહિ તે માટે સુરતની ભૂતકાળની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સમગ્ર પોલીસ તંત્રને સતર્ક રહેવા આદેશો આપવા સાથે તમામ પરિસ્થિતિઓનું જાતે જ મોનીટરીંગ કરી રહ્યા નું સૂત્રો જણાવે છે.

(12:58 pm IST)