Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સશસ્ત્ર સેના ધ્વજ દિવસે મુખ્યમંત્રી તથા ગૃહરાજ્ય મંત્રીએ ફાળો અર્પણ કર્યો

માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કતા મુખ્યમંત્રી

અમદાવાદ તા. ૮ : મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ગૃહરાજય મંત્રીએ સોમવારના સશ સ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે પોતાનો ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિ ની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણાં દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણાં સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે.

દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ પુર, વાવાઝોડું, ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસન ને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશ સ્ત્ર દળો ના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપણાં અડીખમ યૌદ્ઘાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપીલ પણ કરી હતી

આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર , સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક નિવૃત કમાન્ડર શશીકુમાર ગુપ્તા, નાયબ નિયામક પી એચ ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશના ડિફેન્સ પી આર ઓ, એરફોર્સના અધિકારીઓ પણ જોડાયા હતા

જયારે ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આ 'સશસ્ત્ર સેના દિન' રાષ્ટ્રના સેનાનીઓ પ્રત્યે આપણા આદર, સન્માન અને ગૌરવની લાગણી પ્રગટ કરવાનો અનેરો અવસર છે ત્યારે સશસ્ત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે રાજયના સૌ નાગરિકોને ઉદાર હાથે ફાળો આપી સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવા અપીલ કરી હતી.

ગૃહ રાજયમંત્રીએ આપણા અડીખમ યોદ્ઘાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને વીરગતિને વરેલા વીર જવાનોના પરિવારો-વિધવા માતા-બહેનોના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસેફાળો આપે તેવી અપીલ પણ કરી હતી.

(11:50 am IST)