Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

અમદાવાદ- કંડલા હાઈવે ઉપર સવારે ૭ વાગ્યામાં કોંગી કાર્યકરોએ ટાયર- લાકડા સળગાવ્યાઃ ચકકાજામ

અમદાવાદના કંડલા હાઈવે ઉપર સાણંદથી વિરમગામ રોડ ઉપર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ટાયરો અને લાકડા સળગાવવામાં આવ્યા હતા. આજે વ્હેલી સવારે ૭ વાગ્યામાં કોંગી કાર્યકરોએ ચકકાજામ કરતાં ટ્રાફીકજામ થઈ ગયો હતો. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગી કાર્યકરો જોડાયા હતા. તસ્વીરમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કરતાં કોંગી કાર્યકરો દર્શાય છે.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ) 

(11:50 am IST)