Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

નર્મદા જિલ્લામાં આજે 9 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક 1607 પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના પુરાણી પાર્ક-01,ચાંદની ચોક-01,લાલ ટાવર-01 જ્યારે નાંદોદ તાલુકાના સીસોદરા-02,નિકોલી-02,વડિયા-01 અને ટીલાકવાડા ના લીમડિયા-01 મળી નર્મદા જિલ્લામાં 09 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 10 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 09 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 48 દર્દી દાખલ છે.આજરોજ 10 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1529 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1607 પર પહોચ્યો છે.આજે વધુ 589 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(8:42 am IST)