Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ વિરમગામ ખાતે ફાયર સેફટી અંગે મોક ડ્રિલ યોજાઈ

હોસ્પિટલના સ્ટાફને આગ જેવી ઇમર્જન્સી માટેની ટ્રેનિંગ અપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ વિરમગામ ખાતે ફાયર સેફટી અંગે મોક ડ્રિલ યોજાઈ હતી. હોસ્પિટલના સ્ટાફને આગ જેવી ઇમર્જન્સી માટેની ટ્રેનિંગ અપવામાં આવી હતી. લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે વિરમગામ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી અંગેની મોક ડ્રિલ કરવામાં આવી હતી. મોક ડ્રિલ દરમ્યાન લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ મુર્તુઝા પટેલ,  સેક્રેટરી પરેશ દેસાઈ, વિરમગામ નગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ હાજર રહ્યા હતા.

(6:38 pm IST)