Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

નાંદોદ તાલુકાના ખૂટાઆંબા ગામ પાસે રૂ ભરેલી ટ્રકમાં આગ લાગતા મોટું નુકશાન:પાલિકા ફાયર ટીમે કાબુ મેળવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ખૂટાઆંબા ગામ પાસેથી પસાર થઈ રહેલી રૂ ભરેલી ટ્રક નં.MH.18.BG.2788 માં અચાનક આગ લાગતા ચાલક અને ક્લીનર કુદી પડતા તેમનો આબાદ બચાવ થયો હતો જોકે આગના કારણે રૂ બળી ગયું હતું જ્યારે ટ્રકને પણ આગના કારણે મોટું નુકશાન થયું હતું.જોકે ઘટનાની જાણ થતાં રાજપીપળા નગરપાલિકાની ફાયર ટિમ ના તેજસ માછી અને કનૈયા લાલ કહાર તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.આગની ઘટના બાદ ટ્રક ચાલક અને ક્લીનર ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હોય ટ્રક માલિક આવ્યા બાદ રાજપીપળા પો.સ્ટે.માં આ બાબતની ફરિયાદ આપશે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે

(11:12 pm IST)