Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

રાજપીપળા ગાંધી ચોક પાસે ભંગારની લારી લઈ જતા દંપતીને એક ગાડીએ પાછળથી ટક્કર મારતા પતિને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સિંધીવાડની આરજુ સોસાયટીમાં રહેતા ઇસ્માઇલભાઇ પીરૂભાઇ મન્સુરીની ફરિયાદ મુજબ તે તેમની પત્ની સાથે તેમની ભંગારની લારી લઇને ચાલતા જતા હતા તે વખતે તેમને ગાંધી ચોક પાસે એક સફેદ કલરની ગાડી નં.GJ- 06- JQ-9920 ના ચાલકે પાછળથી અથાડી ગંભીર ઇજાઓ કરી પોતાની ગાડી લઇ નાસી જઇ ગુનો કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(10:56 pm IST)