Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

નવલખી ગેંગરેપના આરોપીઓને વડોદરા લવાયા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું મેડિકલ ચેકઅપ

હરણી પોલીસ મથકે લવાયા બાદ બન્નેનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ : મુખ્યગેટ પર લોકોના ટોળા હોવાથી પાછલા ગેટથી અંદર લઇ ગયા

વડોદરા નવલખી ગેંગ રેપના આરોપીને અમદાવાદથી વડોદરા લાવવામા આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ શહેર ટ્રાફિક અને સલામતીના કારણોને લઈને બંને વડોદરાના હરણી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અધિકારીઓ ખાસ બંદોબસ્ત સાથે પીઆઈની કેબિનમાં બંને આરોપીઓને મુક્યા છે.

વડોદરા નવલખી ગેંગ રેપના બંન્ને આરોપીને મેડિકલ ચેક અપ માટે સયાજી હોસ્પિટલમાં લાવામાં આવ્યા હતા. મુખ્ય ગેટની બહાર ટોળા હોવાથી તાત્કાલિક વિભાગના પાછલા ગેટથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આરોપીઓને લવાયા હતા. આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી બંને આરોપીનો કબ્જો વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યો છે

(10:40 pm IST)