Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સાંતલપુરના મઢુત્રા નજીક ખેતરમા હત્યા : મજૂરી કરતા યુવકને મિત્રએ જ મોતને ઘાટ ઉતાર્યો : આરોપી ફરાર

પોલીસે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

 

પાટણ : સાંતલપુર તાલુકાના મઢુત્રા નજીક ખેતરમાં હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખેતમજૂરી કરતા યુવકને ખેતરે પહોંચી તેના મિત્રએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ ગામલોકોને થતાં મોટી સંખ્યામાં દોડી આવી પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

   અંગેની વિગત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામનો 32 વર્ષીય યુવાન ખેતર ગયો હતો. રમઝાન લાખાભાઇ નામનો યુવાન મઢુત્રા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસેના ખેતરે હતો. દરમ્યાન અચાનક તેનો મિત્ર કાળ બની આવી તૂટી પડ્યો હતો. પળવારમાં મિત્રની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. તરફ ઘટનાની જાણ થતાં ખેડૂત સહિતના લોકો દોડી આવી પોલીસને જાણ કરી હતી.

 મિત્ર-મિત્ર વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હોઇ શકે છે. આથી કોઈ બાબતે રોષે ભરાયેલા યુવકે પોતાના મિત્રની હત્યા નિપજાવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. હત્યાની ઘટના બાદ સાંતલપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:06 am IST)
  • વિશ્વની 10 પાવરફુલ ભાષાઓમાં ઇંગલિશ પ્રથમ નંબરે,ત્યારબાદ ફ્રેન્ચ, મેન્ડેરીએન, સ્પેનિશ, રશિયન, અરેબિક, જર્મન, જાપાનીઝ, પોર્ટુગીઝ અને દસમા નંબરે હિન્દી આવે છે access_time 10:06 pm IST

  • કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાલી હત્યા કેસનો મામલો: ઝડપાયેલ ૧૨મો આરોપી નિખિલ થોરાટ ગળપાદર જેલ હવાલે access_time 10:57 pm IST

  • બેંગલુરુમાં ડુંગળીનો ભાવ વધીને એક કિલોના 200 રૂપિયા થઈ ગયો છે access_time 10:03 pm IST