Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

અમદાવાદની 21 બેઠકોમાં 8236 દિવ્યાંગ મતદારો :458 વહીલચેર સાથે 904 સ્વયંસેવકો ખડેપગે

અમદાવાદ ;જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે જણાવ્યું હતું.કે અમદાવાદની 21 બેઠકોમાં 8,236 દિવ્યાંગ મતદારોને અલગ તારવવામાં આવ્યા છે.જેથી આવા તમામ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લઈ જવા લાવવા માટે ૪૫8 વ્હીલચેર સાથે 904 વોલન્ટિયર્સ- સ્વયંસેવકોને ખડે પગે રાખવામાં આવશે.

વધુમાં જણાવાયું હતું કે વોલન્ટિયર્સની ઓળખ થઈ શકે તેના માટે ડ્રેસ કોડ આપવામાં આવશે. અમદાવાદમાં સૌથી વધુ ૬૬૩ શતાયુ વોટર્સ છે.જેથી તમામ શતાયુ વોટર્સ મતદાન કરે તેના માટે એક પ્રમાણપત્ર પણ મોકલાવામાં આવ્યુ છે.

 

(11:58 pm IST)