Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મોડાસામાં ખુલ્લી ગટરમાં ખાબકતા લશ્કરી જવાનનો દીકરો મોતના મોમાં ધકેલાયો

મોડાસા:દેશવાસીઓની રક્ષા કાજે લશ્કરી જવાનો જીવના જોખમે ફરજ બજાવી મા ભોમની રક્ષા કરી રહયા છે.લોહી થીજી જાય એવીી લેહ(લદ્દાખ)ની બોર્ડરે ફરજ બજાવા જવાન દેશના પરીવારો,તેમના વહાલસોયા બાળકોનું રક્ષણ કરી રહયા છે.પરંતુ આવા જવાનના એકના એક દીકરાને સાચવવામાં વામણા પુરવાર થયેલ તંત્રના વાંકે ૭ છવર્ષનો માસુમ સેમીલ ખુલ્લી ગટરમાં ખાબકતાં કરૃણ મોતને ભેટયો હતો.
મોડાસા નગરના બાયપાસ માર્ગે આવેલ મધુવન રેસીડેન્સીની ખુલ્લી ગટરમાં આજ રેસીડેન્સીમાં રહેતા અને કાશ્મીરની લેહ બોર્ડરે ફરજ બજાવતા આર્મી મેન રમેશભાઈ રાઠોડનો ૭ વર્ષિય પુત્ર સેમીલ રમતા રમતા ખુલ્લી ગટરમાં પડી જતાં કરૃણ મોત નીપજયું હતું.ધનસુરા તાલુકાના બીલવણીયા ગામના રમેશભાઈ રાઠોડ લશ્કરમાં ફરજ બજાવતા હોઈ તેમનો પરીવાર મોડાસાના બાયપાસ માર્ગની મધુવન રેસીડેન્સીમાં રહેતો હતોે.દીકરા અને દીકરીના અભ્યાસ માટે મોડાસા ખાતે રહેતા આ રાઠોડ પરીવારનો ૭ વર્ષનો પુત્ર ગુરૃવારના રોજ બપોરે રેસીડેન્સીમાં તેની બહેન સહિતના અન્ય બાળકો સાથે રમી રહયો હતો.ત્યારે રમતા રમતાં રેસીડેન્સીની  ખુલ્લી ગટરમાં પડી ગયેલા સેમીલને બચાવવા તેના મામાએ ગટરમાં છલાંગ લગાવી દીધી હતી.માંડ માંડ ગટરમાંથી ઈજાગ્રસ્ત બાળકને બહાર કાઢી ઈમરજનસી સેવા ૧૦૮ દ્વારા સાર્વજનિક હોસ્પીટલમાં ખસેડાયો હતો.પરંતુ ફરજ પરના તબીબે આ બાળકને મૃત જાહેર કરતાં જ પરીવારજનોમાં આક્રંદ છવાયું હતું. ઘટના સ્થળે પહોંચેલી ટાઉન પોલીસે આ બાળકના દેહનું પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.જયારે રેસીડેન્સીના બીલ્ડર સામે સમગ્ર નગરમાં ફીટકારની લાગણી છવાઈ હતી.
 

(5:14 pm IST)