Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા ગુજરાત સરકાર સજ્જ

ગુજરાતમાં વધુને વધુ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષોશે

ગાંધીનગર : કોરોના મહામારી વચ્ચે પણ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ માટે આવવા તત્પર હતાં. આ વિશે ગુજરાતનો શિક્ષણ વિભાગ સક્રિય થયો છે.

અગાઉ 2300થી વધુ વિદ્યાર્થીઓની ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે અરજી કરી હતી. આમ જોઇએ તો વિદેશીઓને ગુજરાતમાં અભ્યાસનું ઘેલુ લાગ્યું છે. આ સ્થિતિને જોતા ગુજરાતમાં વધુ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે નવા કોર્ષ ઓફર કરવામાં આવી રહ્યા છે. આથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને ગુજરાતમાં આકર્ષવા કમિટી બનાવવામાં આવી છે. વધુ વિદ્યાર્થીઓ કઈ રીતે ગુજરાત આવે તેનો રોડમેપ કમિટી બનાવશે. તેમજ વાયબ્રન્ટ સમીટમાં 10 વર્ષનો શિક્ષણક્ષેત્રનો રોડમેપ લોન્ચ કરવામાં આવશે. વાયબ્રન્ટ માટેની કમિટીમાં GTU, ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ, શિક્ષણવિદોનો સમાવેશ થશે. GTUના કુલપતિ નવીન શેઠે આ અંગે માહિતા આપતા જણાવ્યુ હતું કે આ ચાલુ વર્ષે 299 વિદ્યાર્થીઓએ સરકારી યુનિમાં પ્રવેશ લીધો છે. જેમાંથી 116 વિદ્યાર્થીઓએ GTUમાં પ્રવેશ લીધો છે. જેમાં 42 દેશના 816 વિદ્યાર્થીઓ GTUમાં અભ્યાસ કરી રહ્યાં છે.

વાયબ્રન્ટ સમીટમાં 10 વર્ષનો શિક્ષણક્ષેત્રનો રોડમેપ લોન્ચ થશે

સરકાર દ્વારા ગુજરાત યુનિ.અને જીટીયુના કુલપતિ તેમજ ઉચ્ચ શિક્ષણના અધિકારીઓ સાથેની એક કોર કમિટી પણ તાજેતરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવી છે. આ કમિટીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ સાથે ગુજરાત ઉચ્ચ શિક્ષણ વિકાસ, વિસ્તાર અને વ્યાપ કઈ રીતે થશે તે માટે દસ વર્ષનો રોડ મેપ તૈયાર કરવાની પણ કામગીરી સોંપવામા આવી છે. આ કમિટી સરકારને દસ વર્ષનો રોડ મેપ તૈયાર કરીને આપશે. નવી એજ્યુકેશન પોલીસીનો સંપૂર્ણ અમલ થતા 20 વર્ષ લાગે તેમ છે પરંતુ 3 વર્ષથી લઈને દસ વર્ષમાં સરકાર સંપૂર્ણ અમલ કરવા માંગે છે.આ રોડ મેપને આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકાર દ્વારા લોન્ચ કરવામા આવશે.આ રોડ મેપના આધારે સરકાર દ્વારા રાજ્યની યુનિ.ઓમાં રાજ્ય બહારના અને વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઈન હેઠળ વધારવા માંગે છે અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે નવા ફોરેન પ્લેયર્સ પણ આવે અને રોકાણ પણ વધે તેવી પણ ચર્ચા છે.

આ વર્ષે વિદેશના 299 વિદ્યાર્થીઓએ ગુજરાતની અલગ અલગ યુનિ.માં પ્રવેશ લીધા

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી - 113

ગુજરાત યુનિવર્સિટી - 66

હેમચંદ્વચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી- 6

આઈઆઈટી ગાંધીનગર -01

મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી - 77

નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી- 29

સરદાર પટેલ યુનિવર્સિટી - 08

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી- 01

વીર નર્મદ યુનિવર્સિટી - 10

હાલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ ચાલી રહી છે અને જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટેનો દસ વર્ષનો રોડ મેપના લોન્ચિંગ માટેની ખાસ તૈયારીઓ કરવામા આવી રહી છે.આ રોડ મેપ સરકારનું શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષનુ વિઝન રજૂ કરશે અને જેની કામગીરી કુલપતિઓની કમિટીને સોંપાઈ છે. મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ હજુ વધુ વિદ્યાર્થીઓ કઈ રીતે ગુજરાતની યુનિવર્સિટીઓમાં પ્રવેશ લે તેને લઈને સરકાર વધુ ફોકસ કરી રહી છે તેમજ નવા અભ્યાસક્રમોમાં શું હોઈ શકે અને સધ્ધર દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને કઈ રીતે એજ્યુકેશન આપવુ તેની પોલીસી નક્કી કરાશે.

(10:08 pm IST)