Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

ગુજરાત પોલીસે દરિયા કિનારા વિસ્‍તારમાં ગોળીબારની ઘટનામાં ભારતીય માછીમારના મોત પ્રકરણમાં પાકિસ્‍તાન નૌવહન સુરક્ષા એજન્‍સીના ૧૦ કર્મચારીઓ સામે હત્યા અને હત્યાના પ્રયાસ હેઠળ ફરિયાદ દાખલ કરી

આ ઘટનાને પાકિસ્‍તાન સાથે કુટનીતિક સ્‍તર ઉપર ઉઠાવાશે

ગાંધીનગર: ગુજરાત પોલીસે દરિયા કિનારા વિસ્તારમાં ગોળીબારીની ઘટનામાં ભારતીય માછીમારના મોત મામલે પાકિસ્તાન નૌવહન સુરક્ષા એજન્સી (PMSA)ના 10 કર્મીઓ વિરૂદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસના આરોપમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી છે. ગુજરાતના અરબ સાગરમાં પીએમએસએના કર્મીઓએ માછલી પકડનારી એક નાવ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાલક દળના એક સભ્યનું મોત થયુ હતુ જ્યારે એક અન્ય ઘાયલ થયો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે પીએમએસએના 10 કર્મીઓ વિરૂદ્ધ પોરબંદર જિલ્લાના નવી બંદર પોલીસ સ્ટેશનમાં રવિવાર રાત્રે કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને 114 સિવાય શસ્ત્ર અધિનિયમ સબંધિત કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. મહત્વપૂર્ણ છે કે પોરબંદર જિલ્લાની પોલીસના અધિકાર ક્ષેત્રમાં ગુજરાતના દરિયા કિનારાથી 12 સમુદ્રી મીલથી વધુ છે. ફરિયાદ અનુસાર 10 અજાણ્યા પીએમએસએ કર્મીઓ પર શનિવાર સાંજે ચાર વાગ્યે માછલી પકડનારી એક ભારતીય નાવ જલપરી પર ગોળીબાર કરવાનો આરોપ છે, જેમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના માછીમાર શ્રીધર રમેશ ચમરે (32)નું મોત થયુ હતુ. ફરિયાદ અનુસાર બે નાવ પર પીએમએસએના પાંચ-પાંચ કર્મી સવાર હતા.

ગોળીબારીની આ ઘટનામાં દિલીપ સોલંકી (34) નામના એક અન્ય માછીમાર ઘાયલ થયો હતો. દિલીપ દીવનો રહેવાસી છે, તેની દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. માછલી પકડનારી નાવ પર ચાલક દળના સાત સભ્ય હતા. આ વચ્ચે, દિલ્હીમાં ઓફિશિયલ સુત્રોએ કહ્યુ કે ભારતે પીએમએસએ દ્વારા કરવામાં આવેલા ગોળીબારીની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ ઘટનાને પાકિસ્તાન સાથે કૂટનીતિક સ્તર પર ઉઠાવવામાં આવશે.

અધિકારીઓએ કહ્યુ કે ભારતીય નાવ જલપરી 25 ઓક્ટોબરે સાત માછીમારો સાથે માછલી પકડવા ઓખાથી રવાના થઇ હતી. નાવમાં મહારાષ્ટ્રના 2, ગુજરાતના ચાર અને દીવ (કેન્દ્ર શાસિત પ્રદેશ)નો એક માછીમાર સવાર હતો.

(4:58 pm IST)